Alcoholnews – થાનગઢ વિસ્તારમાં, નળખંભા ગામમાં થાનગઢ પોલીસએ કુલ.કિં.૧,૨૪,૦૦૦/- નો ૬૨૦ લિટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
થાનગઢ, નળખંભા ગામ માં થી દેશી દારૂ ઝડપાયો.
દેશી દારૂ 620 લિટર રૂપિયા 1, 24,000 નો ઝડપાયો.
થાનગઢ પોલીસ સ્ટેશનના સિંઘમ ની છાપ ધરાવતા પીઆઇ શ્રી ટી.બી હિરાણી તથા પોલીસ સ્ટાફના માણસો થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગોવિંદભાઈ ભીમાભાઇ સારલા રહે નળખંભા ગામ વાળા ની ચોક્કસ હકીકત બાતમી મળતા તેને ત્યાં રેઈડ કરતા કુલ દેશી દારૂ 620 લીટર કિંમત રૂપિયા 1,24,000/- મળી આવતા દારૂ કબજે કરી કાયદેસરની કાર્યવાહી થાનગઢ પોલીસ સ્ટેશનને હાથ ધરેલ છે
