Rescue Operation :- માનનીય પોલીસ કમિશ્નર શ્રી, અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી ક્રાઇમ બ્રાંચોના માગર્દશર્ન અને સુચના મુજબ અમદાવાદ શહેર વિસ્તામાં રહેતા નિર્દોષ નાગરિકોને સાયબર ક્રીમીનલ પોતાના કિમિયાઓથી શિકાર ન બનાવે તથા જો કોઈ કારણસર આવુ બને તો બેંક અિધકારી સાથે સંપકર્મા રહી આવા નિર્દોષ નાગરિકો કે જેઓ સાયબર ક્રીમીનલ નાઓની ધાકધમકી થી નાણાં જમા
કરાવવા આવે તો તેની માહીતી તાત્કાલીક પોલીસને મળે તેવા સોર્સ ઊભા કરવા જણાવેલ જે અનુસંધાન નાયબ પોલીસ કમિશ્નરશ્રી નાઓએ અત્રેના સાયબર ક્રાઈમ બ્રાંચમાં સોશીયલ મીડીયા તથા સાયબર અવેરનેશ અિધકારી/કમર્ચારીઓને સુચના આપેલ કે સાયબર ક્રાઈમના પોલીસઅિધકારી/કમર્ચારીઓઓ અમદાવાદ શહેર વિસ્તાર રહેલ વિવિધ બઁક ના અિધકારી/કમર્ચારીઓ સાથે સંપર્ક માં રહે કોઈપણ વ્યક્તિ બેંકમાં નાણાં જમા કરાવવા આવે અને બેંકના સ્ટાફને આ બાબતની કોઈપણ શંકાસ્પદ હકીકત જણાય આવ્યેથી સત્વરે સાયબર ક્રાઈમ બ્રાંચનો સંપર્ક કરવા જણાવેલ છે.
જે આધારે તા.૧૦/૧૨/૨૦૨૫ ના રોજ મણીનગર વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડાના બેંક મેનેજરશ્રી અભિષેકસીંગ તથા બેંકના અન્ય અધિકારીશ્રી રાજ પરમાર અને પ્રિસ્કા ચૌધરી નાઓને અત્રેના સાયબર ક્રાઈમ બ્રાંચ ખાતે માહીતી આપેલ કે એક વૃધ્ધ મહીલાએ પોતાની તમામ ફીક્સ્ડ ડીપોઝીટ વિડ્રો કરાવેલ છે અને તમામ નાણાં કોઈક એકાઉન્ટમાં જમા કરાવવા સારૂ ખુબજ ઉતાવળ કરે છે અને જે એકાઉન્ટમાં રૂ.૩૩,૩૫,૦૦૦/- જમા કરાવવા કહે છે તે એકાઉન્ટ પણ શંકાસ્પદ લાગે છે અને આ મહીલાને કોઈએ ડરાવી/ધમકાવી રૂ.૩૩,૩૫,૦૦૦/- જમા કરાવવા સારૂ દબાણ કરતા હોય તેવુ તેમના ચહેરા ઉપર જણાઈ આવે છે.
આ બાબતની માહીતી બેંકના અધિકારીશ્રીએ સાયબર ક્રાઈમ બ્રાંચને આપતા ઈન્ચાર્જ નાયબ પોલીસ કમિશ્નરશ્રી નાઓએ તાત્કાલીક એક ટીમ બનાવી મણીનગર ખાતેની બેંક બરોડા બ્રાંચ ખાતે રવાના કરી સદર વૃધ્ધ મહીલાને રેસ્ક્યુ કરવા જણાવેલ અને વૃધ્ધ મહીલાને જરૂરી તમામ મદદ કરવા સારૂ સુચના આપેલ.
આ કામે પી.એસ.આઈ. શ્રી ઈશ્વર જે.પટેલ અને પોલીસ કોન્સ્ટેબલ રાહુલ કાપડીયા નાઓએ તાત્કાલીક મણીનગર ખાતેની બેંક ઓફ બરોડાની બ્રાંચ ખાતે પહોંચીને બેંક મેનેજરશ્રી અભિષેકસીંગ તથા બેંકના અન્ય અધિકારીશ્રી રાજ પરમાર નાઓને મળી સદર હકીકત જાણી મહીલાની ઓળખ કરી સદર બેંકના મેનેજેરશ્રી તથા અન્ય બેંક સ્ટાફના સાથ સહયોગથી સદર મહીલાની પુછપરછ કરતા તેઓના મોબાઈલ ફોનમાં કોઈ અજાણ્યા વ્યક્તિનો વોટસએપ કોલ ચાલુ હોય અને તેઓ ગભરાયેલ હોય અમોને શંકા ગયેલ હોય કે તેઓને ડિઝીટલ એરેસ્ટ કરેલ છે જેથી તેઓનો ફોન લઈ ચેક કરતા તેઓના વોટસએપ મેસેજ ચેક કરતા તેઓના મોબાઈલ ફોનમાં અલગ અલગ બનાવટી દસ્તાવેજો મળી આવેલ હોય જે બાબતે પુછતા તેઓએ જણાવેલ હોય કે પોતે ડિઝીલ એરેસ્ટ હોય અને આ બનાવટી દસ્તાવેજો વોટસએપ કોલ કરનાર વ્યક્તિએ મોકલી આપેલ છે જે બાબતે અમોએ તેઓને સમજાવેલ કે ડીઝીટલ એરેસ્ટ નામની કોઈ વસ્તુ કાયદાકીય રીતે જોગવાઈમાં નથી તથા વોટ્સએપ કોલ કરીને કોઈપણ પોલીસ અધીકારી કે ન્યાયાધીશ સાહેબ તમારી પાસેથી ક્યારેય નાણાંની માંગણી કરતા નથી કે કોઈપણ વ્યક્તિને ક્યારેય ડીઝીટલ એરેસ્ટ કરવામાં આવતા નથી સાયબર ક્રિમિનલ ડીઝીટલ એરેસ્ટના નામે ખોટી રીતે ડરાવી ધમકાવી નાણાં મેળવવા સારૂ છેતરપીંડી કરતા હોય છે જેથી વૃધ્ધ મહીલા રૂ. ૩૩,૩૫,૦૦૦/- ગુનેગારના એકાઉન્ટ નંબરમાં જમા કરવા જતા હોય જે સાયબર ક્રાઈમ બ્રાંચ તથા બેંક ઓફ બરોડાના અધિકારી દ્વારા સમજાવી છેતરપીંડી આચરનાર ગુનેગારની જાળમાથી બહાર લાવી તેઓના કૌટુંબીક સબંધીને જાણ કરી બેંક ખાતે બોલાવી તેઓને સાથે રાખી વૃધ્ધ મહીલાને અત્રેની સાયબર ક્રાઈમ બ્રાંચ ખાતે લાવી મહીલાનુ રેશક્યુ કરીને ડીઝીટલ એરેસ્ટના નામે ડરાવી ધમકાવીને વૃધ્ધ મહીલા પાસેથી રૂ. ૩૩,૩૫,૦૦૦/-જમા કરાવતા અટકાવીને ડીઝીટલ એરેસ્ટના પ્રયાસને નિષ્ફળ બનાવેલ.
બનાવની વિગત :-
અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમા રહેતા એક મહીલા સીનીયર સીટીઝનનાઓને ગત તા.૦૫/૧૨/૨૦૨૫ ના રોજ તેમના વોટ્સએપ નંબર ઉપર એક અજાણ્યા વોટ્સએપ નંબર +૯૧ ૭૭૯૨૮૯૬૩૧૯ ઉપરથી વોટ્સએપ કોલ આવેલ અને તેઓને જણાવેલ કે તમારા મોબાઈલ નંબરનો ઉપયોગ સંદીગ્ધ ગતીવિધીમા થયેલ છે જેથી આગળની કાર્યવાહીની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામા આવનાર હોય તમોનો કોલ મુંબઈ ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધીકારીને ટ્રાન્સફર કરવાનું બહાનું બતાવી તેઓનુ આધારકાર્ડ નંબર મેળવી આધાર કાર્ડ નંબરથી એક કેનેરા બેંકનુ એકાઉન્ટ ખુલેલ છે જે એકાઉન્ટ નંબરનો ઉપયોગ નરેશ ગોયેલ જેટ એરવેઈઝ દ્વારા કરવામા આવેલ સ્કેમમાં ઉપયોગ થયેલાનુ જણાવી વૃધ્ધ મહીલાની બેંકીંગ ડીટેલ્સ તેમજ ફીક્સ્ડ ડીપોઝીટ તેમજ એલ.આઈ.સી.પોલીસી વગેરેની વિગતો મેળવી તમામ નાણાનુ વેરીફીકેશન કરવાના બહાને રૂ. ૩૩,૩૫,૦૦૦/-નુ આર.ટી.જી.એસ. દ્વારા તેઓએ મોકલેલ ICICI BANK ના એકાઉન્ટ નંબર 777705323434 મા જમા કરવાવાનુ જણાવેલ. જેથી સદર વૃધ્ધ મહીલાનાઓએ પોતાની તમામ ફીક્સ ડીપોઝીટના નાણા વિડ્રો કરેલ તથા પોતાની પાસે રહેલ બચતના નાણા એકઠ્ઠા કરી મણીનગર ખાતેની બેંક ઓફ બરોડાની બ્રાંચમા રૂ. ૩૩,૩૫,૦૦૦/- જમા કરાવવા ગયેલ હતા પરંતુ બેંક અધિકારી/કર્મચારીઓની સમય સુચકતા વાપરી સાયબર ક્રાઈમ બ્રાંચને જાણ કરેલ હતી ત્યારબાદ સાયબર ક્રાઈમ બ્રાંચ તથા બેંક અધિકારી/કર્મચારીએ સાથે મળીને સદર મહીલાને સાયબર ફ્રોડનો ભોગ બનતા અટકાવેલ. આ સફળ રેસ્ક્યુ ઓપરેશન અમદાવાદ સાયબરક્રાઇમ પોલીસની સતર્કતા અને નાગરિકોની આર્થિક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
ગુનાની મોડસ ઓપરેન્ડી :-
સાયબર ક્રાઈમ આચરનાર ગુનેગારો નિર્દોષ નાગરીકોના વોટ્સએપ નંબર ઉપર વોટ્સએપ વિડીયો કોલ કરી પોતે સી.બી.આઈ., ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધીકારી હોવાનુ જણાવી તમારા મોબાઈલ નંબર તથા આધારકાર્ડનો ઉપયોગ કરીને વિવિધ બેંક એકાઉન્ટ ખોલાવેલ છે જે બેંક એકાઉન્ટ મા સંદીગ્ધ ગતીવિધીઓ થઈ રહી છે તથા સદર બેંક એકાઉન્ટ નો ઉપયોગ કોઈ મોટા સ્કેમમા સામેલ છે તથા તેમા જમા થયેલ કરોડો રૂપીયા ભારત દેશના ગરીબ લોકો તથા ખુબજ મોટા વ્યાપારીઓના નાણા છે તથા જે બાબતે ભારત શહેરના વિવિધ શહેરોના પોલીસ સ્ટેશનમા તમારા વિરૂધ્ધ ફરીયાદ થયેલ છે જેમા તમારા આધારકાર્ડ ઉપયોગ થયેલ હોવાથી અમારા અધિકારી દ્વારા તમારી હાલ પુછપરછ કરવામા આવશે તમારે અમારી પુછપરછ દરમ્યાન સાથ સહકાર આપવાનો છે તમારી હાલની ઉમર જોતા અથવા હાલના સંજોગોમા કોર્ટ દ્વારા લોકોને વિડીયો કોલથી પુછપરછ કરવામા આવે છે અને તમને હાલ ડીઝીટલ એરેસ્ટ કરવામા આવી રહેલ છે તથા સદર બાબતેની જાણ જો કોઈ વ્યક્તીને કરવામા આવશે તો તમને તાત્કાલીક એરેસ્ટ કરવામાં આવશે તથા તમને સીધા જેલ હવાલે કરવામા આવશે જેથી હવે પછીથી તમારી તમામ રોજીંદી કામગીરી માટે તમે અમોને જાણ કરીને જશો તથા તમારી રોજે રોજની હાજરી ઓનલાઈન વોટ્સએપ મેસેજ આધારે આપશો તેવુ જણાવી સી.બી.આઈ. કે ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીનો ખોટો વેશ ધારણ કરી તથા નકલી પોલીસ સ્ટેશન તથા નકલી સી.બી.આઈ.ઓફીસનો માહોલ બનાવે છે, ત્યારબાદ નકલી કોર્ટ બનાવી તેમજ નકલી ન્યાયાધીશ/જજ, નકલી વકીલ બની વોટ્સએપ વિડીયોથી નકલી કોર્ટ ચલાવે છે અને ત્યારબાદ સરકારી એરેસ્ટ મેમો, નામદાર જજ સાહેબ શ્રીની નોટીસ,નામદાર કોર્ટનું વોરંટ તથા ઈ.ડી.ના નામના બનાવટી લેટરો , નામદાર સુપ્રીમ કોર્ટના જજ સાહેબની સહિઓ વાળા બનાવટી લેટરો મોકલી તમારા વિરૂધ્ધ ફરીયાદ દાખલ થયેલ છે તેવુ જણાવી તમારી પાસેથી તમારી બેંકીંગ ડીટેલ્સ મંગાવી અને તેમા જમા રહેલ તમારા તમામ નાણા, ફીક્સ્ડ ડીપોઝીટ તેમજ તમારી બચતના નાણા વેરીફાઈ કરાવવા સારૂ પોતે કોઈ અન્ય તેઓને મળેલા સગરીતોના બેંક એકાઉન્ટ નંબરમા તમારા તમામ બચતના નાણા જમા કરાવવા જણાવવામાં આવે છે ત્યારબાદ તમારા મહેનતના તમામ નાણા મેળવ્યા બાદ સદર સાયબર ક્રાઈમ ગુનેગારો તેઓના મોબાઈલ નંબર બંધ કરી નાખે છે અથવા તમારો મોબાઈલ નંબર બ્લોક કરી તમારી સાથે છેતરપીંડી આચરી તમને ડીઝીટલ એરેસ્ટ નો ભોગ બનાવે છે.
સાયબર ક્રાઈમ બ્રાંચ પોલીસની નાગરીકોને અપીલ :-
* ક્યારેય પોતાને સરકારી અધિકારી દર્શાવતા અજાણ્યા વોટ્સએપ પર આવતા વીડીયો કોલ પર વિશ્વાસ ન કરો.
* કોઈ સરકારી એજન્સી ફોન અથવા વિડિઓ કૉલ પર ડિજિટલ ધરપકડ કરતી નથી.
* કોઈપણ આર્થિક માંગણી અથવા દબાણ આવતું હોય તો તરત જ 1930 પર સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કરો.
* શંકાસ્પદ પરિસ્થિતિમાં નજીકના સાયબરક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
* અમદાવાદ શહેર વિસ્તારમાં રહેતા કોઈપણ નાગરીક તથા બેંક અધિકારી/કર્મચારીઓને સાયબર ક્રાઈમને સબંધીત કાઈ શંકાસ્પદ જણાઈ આવ્યેથી તાત્કાલીક અત્રેના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના અધિકૃત મો.ન.6359625220 અને લેંડ લાઈન નંબર 079 22861917 ઉપર સપર્ક કરવા વિનંતિ છે.
