ahemedabadnews – અમદાવાદ ગ્રામ્ય પોલીસને (Gujarat Police) પ્રોહિબિશન પ્રવૃત્તિઓ વિરુદ્ધની કાર્યહીમાં મોટી સફળતા મળી છે. સાણંદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક (DYSP)ની ટીમે અસલાલી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે મળીને ₹૮૦,૮૫,૦૯૦/- (અંદાજે ૮૦ લાખ રૂપિયા)નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી વાપાડ્યો છે.
DYSP નીલમ ગોસ્વામીને મળેલી ચોક્કસ બાતમીના આધારે, જેતલપુર ગામની ઉમિયા વે-બ્રીજની બાજુમાં આવેલ અમરનાથ એસ્ટેટ ખાતે રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન, SML ગાડી નંબર GJ-27-V-8489 ની બંધ બોડીની કન્ટેનર ગાડીમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
જપ્ત થયેલો મુદ્દામાલ
કુલ પેટીઓ: ૫૬૧ નંગ.
કુલ બોટલો/ટીન: ૧૩,૯૮૮ નંગ (બોટલો ૯૪૭૬ અને બિયર ટીન ૪૫૧૨).
દારૂની કુલ કિંમત: ₹૭૦,૮૫,૦૯૦/-.
ઝડપાયેલો કુલ મુદ્દામાલ: વાહન સહિત ₹૮૦,૮૫,૦૯૦/-.
આ ગુન્હામાં જેતલપુરનો રહેવાસી ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજીયો પોપટસિંહ રાઠોડ વોન્ટેડ આરોપી છે. પોલીસે આ મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી ૧૭/૧૧/૨૦૨૫ ના રોજ કરવામાં આવી હતી.
