dragscene – અમદાવાદ શહેરમાં, વાડજ, અખબારનગર સર્કલ પાસે, ખત કોલોની ખાતે ભાડાના મકાનમાં રહેતા દંપતિને મેફેડ્રોન ડ્રગ્સ ૩૫૭ ગ્રામ ૭૫૦ મિ.ગ્રા.કિ.રૂ.૩૫,૭૭,૫૦૦/- સહિત કુલ કિ.રૂ.૩૬,૪૦,૮૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. અમદાવાદ શહેર, વાડજ, અખબારનગર સર્કલ ખાતે, ખત કોલોની ખાતે ભાડાના મકાનમાં રહેતા ( ૧ ) કમલેશકુમાર લાદુરામ બિશ્રોઈ ઉવ.૨૮ ( ૨ ) રાજેશ્વરી વા/ઓ કમલેશકુમાર બિશ્રોઈ ઉવ.૨૪ એ એમ.ડી ડ્રગ્સનો જથ્થો ૩૫૭ ગ્રામ ૭૫૦ મિ.ગ્રા.કિ.૩૫,૭૭,૫૦૦/- તથા રોકડ રૂ.૨૨,૮૦૦/- તથા મો.ફોન નંગ-૨ કિ.રૂ.૪૦,૦૦૦/- તથા આધાર કાર્ડ નકલ નંગ-૨ કિ.રૂ.૦૦/૦૦ તથા બેટરીવાળો વજન કાંટો કિ.રૂ.૫૦૦/- તથા પ્લાસ્ટિકની પારદર્શક ઝીપર બેગ-૫૩ કિ.રૂ.૦૦/૦૦ તથા લાઇટબીલ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૩૬,૪૦,૮૦૦/- ના મુદ્રામાલ સાથે ઝડપી લઈ ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૫૦૩૭૬/૨૦૨૫ એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮ ( સી ), ૨૨ ( સી ), ૨૯ મુજબ કાયદેસર કાયૅવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ બંને વ્યક્તિ સંબંધમાં પતિ-પત્ની છે. ઉપરોક્ત પકડાયેલ મહિલા રાજેશ્વરી વા/ઓ કમલેશકુમાર બિશ્રોઈ પાંચેક દિવસ પહેલા રાજસ્થાન સાંચોર ખાતે પોતાના પિયરમાં ગયેલ. જ્યાં તેના મામાના દીકરાના જણાવ્યા મુજબ ઉત્તરપ્રદેશ લખનઉ ખાતેથી એમ.ડી. ડ્રગ્સનો જથ્થો લઈ આવેલા. જેમાંથી ઉપરોક્ત મેફેડ્રોનનો જથ્થો રાજેશ્વરી વા/ઓ કમલેશકુમાર બિશ્રોઈને આપેલ અને બાકીનો જથ્થો તેને પોતાની પાસે રાખી મુકેલ હતો. ઉપરોક્ત પકડેલ પતિ-પત્ની છેલ્લા ત્રણેક મહિનાથી અમદાવાદ ખાતે પોતાના છૂટક ગ્રાહકોને એમ.ડી. ડ્રગ્સનો જથ્થો વેચાણ કરતા હોવાની હકીકત જણાવેલ છે. પકડાયેલ મહિલા રાજેશ્વરી બિશ્રોઈએ બી.એડ સુધી ના અભ્યાસ કરેલ છે.
પકડાયેલ આરોપીઓ;-
( ૧ ) કમલેશકુમાર સ/ઓ લાદુરામ ધૂળારામ બિશ્રોઇ ઉવ,૨૮ રહે:-૬૨/૩૫૯ ન પહેલા માળે, ખત કોલોની, અખબારનગર સર્કલ પાસે, વાડજ, અમદાવાદ શહેર મૂળવત:-કોટરા તા: રાનીવાળા થાના: કેરડા જી:- ઝાલોર રાજસ્થાન
( ૨ ) મહિલા આરોપી રાજેશ્વરી વા/ઓ કમલેશકુમાર લાદુરામ બિશ્રોઈ ઉવ.૨૪ રહે:-૬૨/૩૫૯ ના પહેલા માળે, ખત કોલોની, અખબારનગર સર્કલ પાસે, વાડજ, અમદાવાદ શહેર મૂળવત-કોટરા તા:-રાણીવાળા થાના:-કેરડા જી:-ઝાલોર રાજસ્થાન
મળી આવેલ મુદ્દમાલ;-
( ૧ ) મેફેડ્રોનનો જથ્થો નેટ ૩૫૭ ગ્રામ ૭૫૦ મિલીગ્રામ જથ્થાની કુલ કિ.રૂ.૩૫,૭૭,૫૦૦/-
( ૨ ) રોકડા રૂપિયા ૨૨,૮૦૦/-
( ૩ ) મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૪૦,૦૦૦/-
( ૪ ) આધારકાર્ડની નકલ નંગ-૨ કિ.રૂ.૦૦/૦૦
( ૫ ) બેટરીવાળો વજનકાંટો કિ.રૂ.૫૦૦/-
( ૬ ) પ્લાસ્ટિકની પારદર્શક ખાલી ઝીપર બેગ નંગ-૫૩ કિ.રૂ.૦૦/૦૦
( ૭ ) લાઇટબીલ નંગ-૧ કિ.રૂ.૦૦/૦૦
