weaponsmuggling – અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં, ચાંગોદર પોલીસએ ગેરકાયદેસર રીતે હથિયારનો ઉપયોગ કરતાં ઇસમોને શોધી કાઢ્યા. રિવોલ્વર નંગ-૧, તમંચા નંગ-૨, કારતુસ નંગ-૪ તથા એક રિવોલ્વરનું કવર નંગ-૧ સહિત કુલ મુદ્દામાલ કિં.રૂ.૨૫,૫૦૦/- પકડી પાડ્યા. સુ.શ્રી વિધી ચૌધરી ઈ. પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ રેન્જ તથા શ્રી ઓમ પ્રકાશ જાટ પોલીસ અધિક્ષક અમદાવાદ ગ્રામ્યના ઓએ અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે હથિયારનો ઉપયોગ કરતાં ઇસમોને શોધી કાઢ્યા. પોલીસ અધિક્ષક શ્રી અમદાવાદ ગ્રામ્યના ઓએ એસ.એન.રામાણી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. ઓને જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ.
જે અનુસંધાને એ.એસ.આઈ.મુકેશસિંહ દોતલસિંહ થતા અ.હે.કોન્સ. મહાવીરસિંહ પ્રભાતસિંહ એ સંયુક્ત ખાનગી રાહે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે આરોપી બકાભાઈ રામાભાઇ ભરવાડએ ચાચરાવાળી વાસણા કનૈયાનગર તા. સાણંદ જી.અમદાવાદ ખાતે પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર લાઇસન્સ વગર રિવોલ્વર નંગ-૧, તમંચા નંગ-૨, કારતુસ નંગ-૪ તથા એક રિવોલ્વરનું કવર નંગ-૧ કુલ મુદ્દામાલ કિં.રૂ.૨૫,૫૦૦/- સહિત પકડી પાડી ચાંગોદર પો.સ્ટે. એફ.આઈ.આર.નંબર:૧૧૧૯૨૦૧૫૨૫૧૪૮૨/૨૦૨૫ આર્મ્સ એક્ટ કલમ: ૨૫(૧-B) મુજબનો ગુનો રજીસ્ટર કરાવી સફળ કામગીરી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત:-
બકાભાઈ રામાભાઇ ભરવાડ રહે. ચાચરાવાડી વાસણા કનૈયાનગર તા. સાણંદ જી.અમદાવાદ
સરદ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:-
પોલીસ ઇસ્પેક્ટર શ્રી એસ.એન.રામાણી સાહેબ
પો.સ.ઇ. શ્રી પી.એન.ગોહિલ સાહેબ
એ.એસ.આઈ. મનુભાઈ વજુભાઈ
એ.એસ.આઈ. ભરતસિંહ ખુમાનસિંહ
અ.હે.કો. રામદેવસિંહ ભાવસિંહ
અ.હે.કોન્સ. દિનેશભાઈ ધીરુભાઈ
અ.હે.કોન્સ. મહાવીરસિંહ પ્રભાતસિંહ
પો.કો.હાર્દિકકુમાર રણમલભાઇ
પો.કોન્સ. હર્ષદભાઈ રામાભાઇ
પો.કોન્સ. હાર્દિકભાઈ જયંતિભાઇ
ગેરકાયદેસર હથિયારો તથા કારટીસ સાથે એક ઇસમને પકડી પાડતી SOG, અમદાવાદ ગ્રામ્ય. – weaponsmuggling
