alcoholnews – ખોખરામાં PCBનો દરોડો: વોન્ટેડ આરોપીના મકાનમાંથી 333 લીટર દેશી દારૂ ઝડપાયો
અમદાવાદ, ખોખરા: ગુજરાત સ્ટેટ પ્રોહિબિશન કંટ્રોલ બોર્ડ (PCB) દ્વારા ગુરુવાર, 04/12/2025ના રોજ ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. PCBની ટીમે દીપ્તિ ગેસ ગોડાઉન સામે, ઈશ્વરજી ભુવાજી ચાલીમાં આવેલ વોન્ટેડ આરોપી મનિષ ઓમપ્રકાશ ઓડના કબજા ભોગવટાના મકાન પર દરોડો પાડ્યો હતો.
દારૂનો મોટો જથ્થો જપ્ત
પોલીસને દરોડા દરમિયાન મકાનમાંથી 12 મેણીયાના થેલામાં ભરેલો 333 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત ₹66,600/- આંકવામાં આવી છે. આ ઉપરાંત, 750 મિલી સેમ્પલ ભરેલી બોટલ પણ જપ્ત કરવામાં આવી હતી.
એક આરોપી ઝડપાયો, મુખ્ય આરોપી ફરાર
આ કેસમાં પોલીસે સ્થળ પરથી શિવમ સુરેંદ્રસિંગ તોમર (ઉવ. 24, રહે. ભાઇપુરા, ખોખરા)ની ધરપકડ કરી છે. જ્યારે દારૂના જથ્થાના મુખ્ય માલિક અને મકાનનો કબજો ભોગવટો ધરાવતો આરોપી મનિષ ઓમપ્રકાશ ઓડ (રહે. ભાઇપુરા, ખોખરા) ફરાર થઈ ગયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ફરાર થયેલ આરોપી મનિષ ઓડ લિસ્ટેડ આરોપી છે. PCB દ્વારા તેના વિરુદ્ધ પ્રોહીબિશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વોન્ટેડ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ખોખરામાં PCBનો દરોડો: વોન્ટેડ આરોપીના મકાનમાંથી ₹66,600નો 333 લીટર દેશી દારૂ ઝડપાયો. – alcoholnews
