અમદાવાદ પોલીસની મોટી સફળતા: હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની કરી ધરપકડ. – dragsnews

#factjournalism #gujaratinews #ahmedabadnews #ahmedabadpolice #dragsnews #dragscene #policecommissioner

dragsnews – અમદાવાદ શહેરમાં, પોલીસ કમિશનરશ્રીએ નશીલા પદાર્થોની થતી હેરાફેરી અટકાવી. પોલીસ કમિશનરશ્રીએ હાઇબ્રીડ (હાઇડ્રોફોનિક) ગાંજાનો જથ્થો ૪૨૨ ગ્રામ ૭૪૦ મિલીગ્રામ, જેની કિં.રૂ.૧૪,૭૯,૫૯૦/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ કિં.રૂ.૧૪,૮૪,૫૯૦/- ની મત્તાનો મુદ્દામાલ સાથે એક વ્યક્તિ ની ધરપકડ કરી.                                                                                      પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી, ક્રાઈમ બ્રાન્ચએ અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા તથા આવી ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો વિરુદ્ધમાં કાયૅવાહી સારા સૂચનો કરેલ.
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૬૭૨૫૦૧૩૮/૨૦૨૫, ધી ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૧૬(૨), ૩૧૮(૪), ૬૧(૨)(A) તથા ધી આઈ.ટી.એક્ટ કલમ-૬૬(D) મુજબના ગુનાની તપાસના કામે અમદાવાદ શહેર, નારણપુરા, શાસ્ત્રીનગર બ્રિજની બાજુમાં, શ્રધ્ધાદીપ કોમ્પલેક્ષના, ફ્લેટમાં શંકાસ્પદ ઇસમની જડપી, તપાસ દરમિયાન ત્યાં એક શંકાસ્પદ બેગપેક પડેલ હોય અને જેના અંદરથી ગાંજા જેવા માદક પદાર્થની વાસ આવતી હોવાથી આ અંગે મદદનીશ પોલીસ કમિશનરશ્રી, સાયબર ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેરનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી બી.પી.પટેલ ની ટીમ દ્વારા શ્રધ્ધાદીપ કોમ્પલેક્ષના, ફ્લેટ નં. H-૬/૫૮ ખાતેથી આરોપી રાજદીપ સ/ઓ ભરતસિંહ ગોહિલ, ઉ.વ.૨૯, રહે;- H-૬/૫૮, શ્રધ્ધાદીપ કોમ્પલેક્ષ, આનંદ ફાસ્ટ ફૂડની સામે, શાસ્ત્રીનગર બ્રિજની બાજુમાં, નારણપુરા, અમદાવાદ શહેર. મુળવતન :- મ.નં.૫૬૫, એકતા એપાર્ટમેન્ટ, સેકન્ડ બસ સ્ટેશનની બાજુમાં, આનંદનગર ભાવનગર શહેરના કબ્જામાંથી વગર પાસ-પરમીટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ હાઇબ્રીડ ગાંજાનો જથ્થો ૪૨૨ ગ્રામ ૭૪૦ મિલોગ્રામ, જેની કિં.રૂ.૧૪,૭૯,૫૯૦/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ કિં.રૂ.૧૪,૮૪,૫૯૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી સદરી આરોપી વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૬૭૨૫૦૧૭૪/૨૦૨૫, ધી એન.ડી.પી.એસ.એક્ટ કલમ- ૮(c), ૨૦(B)(૨)(A), ૨૯ મુજબનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ એસ.ઓ.જી.ક્રાઈમ બ્રાંચ. અમદાવાદ શહેરના ઓ તરફ મોકલી આપવા તજવીજ કરેલ છે.
આરોપીની મોડ્સ ઓપરેન્ડી:-
આરોપી સ્નેપચેટ એપ્લિકેશનના માધ્યમથી હાઇબ્રીડ ગાંજાનો જથ્થો મંગાવતો અને તે ગાંજાનો જથ્થો છૂટકમાં અમદાવાદ શહેર ખાતે જ્યાં ગ્રાહકો મળે ત્યાં વેચાણ કરતો હતો તેમજ ગાંજાના જથ્થાના નાણાં આંગડિયા મારફતે ચૂકવતો હતો.
સારી કામગીરી કરનાર:-                                                                                                                                                                               ( ૧ ) PI શ્રી, બી.પી.પટેલ
( ૨ ) PSI શ્રી, પી.એ. હિરપરા
( ૩ ) HC : દિપકભાઈ સોમાભાઈ
( ૪ ) HC : કલ્પેશભાઈ પ્રવિણભાઈ
( ૫ ) ‌PC : નિલેશભાઈ કાળીદાસ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *