Science Latest News: દાયકાઓથી વૈજ્ઞાનિકો સતત ચેતવણી આપી રહ્યા છે કે, માનવ પ્રવૃત્તિઓ પૃથ્વી પર છઠ્ઠા સામૂહિક લુપ્તતા (Mass Extinction)ને જન્મ આપી રહી છે. હિમનદીઓનું પીગળવું અને જંગલો અને રહેઠાણોનું સંકોચન જેવી વસ્તુંઓ જોઈને લાગે છે કે, જૈવવિવિધતા (Biodiversity)નું સંકટ ખૂબ જ મોટું છે. જો કે, એક નવા સંશોધન જણાવવામાં આવ્યું છે કે, કદાચ જીવોની લુપ્ત થવાની ગતિ એટલી ડરામણી નથી, જેટલું પહેલા વિચાર્યું હતું. એરિઝોના યુનિવર્સિટીનો આ મુખ્ય અભ્યાસ હાલમાં જ પ્રોસીડિંગ્સ ઓફ ધ રોયલ સોસાયટી બી નામની જર્નલમાં પ્રકાશિત થયો છે.
શું ખરેખર ખતમ થવા તરફ આગળ વધી રહી છે પૃથ્વી, કે પછી માત્ર ફેલાવવામાં આવી રહ્યો છે ડર?
