નવેમ્બરની પહેલી તારીખે સવાર સવારમાં સારા સમાચાર મળ્યા. ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા. રાંધણ ગેસના ભાવમાં સતત બીજીવાર ઘટાડો જોવા મળ્યો. જો કે આ વખતે ઘટાડો સામાન્ય રહ્યો. ઓઈલ કંપનીઓના આ નિર્ણયથી 32.94 કરોડ એલપીજી ગ્રાહકોમાંથી જો કે મોટાભાગના ચહેરા પર નિરાશા હશે કારણ કે ભાવ ઘટવા છતાં તેમને ફાયદો નથી. વાત જાણે એમ છે કે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (IOC, HPCL, BPCL)એ એલપીજી સિલિન્ડરના ભાવમાં નામ માત્ર ઘટાડો કર્યો છે. ઓઈલ કંપનીઓએ 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ ઘટાડ્યા છે. સરકારે કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટાડ્યા પરંતુ ઘરેલુ સિલિન્ડરના ભાવ યથાવત રાખ્યા. છેલ્લે માર્ચ 2024માં ઘરેલુ સિલિન્ડરના ભાવ ઘટ્યા હતા. ત્યારબાદ કોઈ ઘટાડો થયો નથી. હવે સવાલ એ છે કે ફક્ત કોમર્શિયલ સિલિન્ડરના ભાવ કેમ ઘટ્યા? કોમર્શિયલ હોય કે ડોમેસ્ટિક બંનેમાં એલપીજી છે અને બંનેનું કામ રાંધવાનું છે. તો પછી રાહત એક જ પ્રકારના સિલિન્ડરમાં કેમ?
એલપીજી કોમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 નવેમ્બર 2025થી 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 6.50 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. જો કે કંપનીઓએ 14.2 કિલોગ્રામના ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઈન્ડિયન ઓઈલની અધિકૃત વેબસાઈટ મુજબ દિલ્હીમાં આ સિલિન્ડરના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો થયો છે. જે હવે આજથી 1595.50 રૂપિયાની જગ્યાએ 1590 રૂપિયામાં મળી રહ્યો છે. કોલકાતામાં આ સિલિન્ડર 6.50 રૂપિયા સસ્તો થઈને હવે 1694 રૂપિયામાં મળે છે. મુંબઈમાં પણ 5 રૂપિયા ઘટીને 1542 રૂપિયા થઈ છે. જ્યારે ચેન્નાઈમાં આ સિલિન્ડર 16 રૂપિયા મોંઘો થયો છે અને આ 1 નવેમ્બરથી 1750 રૂપિયામાં મળી રહ્યો છે.
ઘરેલુ એલપીજી સિલિન્ડર અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફરક કેમ?
કોમર્શિયલ 19 કિલોના વજનનો સિલિન્ડર હોય છે. અને તેની કિંમત ઘરેલુ સિલિન્ડર (14.2 કિલોવાળું સિલિન્ડર)થી વધુ હોય છે. જ્યાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1500-1600 રૂપિયા પ્રતિ સિલિન્ડર હોય છે ત્યારે ઘરેલુ સિલિન્ડરનો ભાવ 800-900 રૂપિયા હોય છે. બંનેના ભાવમાં અંતરનું સૌથી મોટું કારણ છે ઉપયોગ. કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ હોટલ, રેસ્ટોરા, વગેરે જગ્યાએ થાય છે. જ્યારે ઘરેલુ સિલિન્ડરનો ઉપયોગ આપણા ઘરમાં થાય છે. ભાવમાં અંતરનું એક મોટું કારણ એ છે કે ઘરેલુ સિલિન્ડરની જેમ તેના પર કોઈ સબસિડી મળતી નથી.
કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટ્યા, ઘરેલુ સિલન્ડરના કેમ નહીં?
ઘરેલુ સિલિન્ડરનો ઉપયોગ ઘરોમાં થાય છે. જેની અસર સામાન્ય જનતા પર થાય છે. જેના પર સરકાર સબસિડી આપે છે. જ્યારે કોમર્શિયલ સિલિન્ડર ખુલ્લા બજારનો મામલો છેઆથી ઓઈલ કંપનીઓ આ સિલિન્ડર પર સારો નફો કમાવવા માંગે છે. તેના ભાવમાં સરકારી હસ્તક્ષેપ હોતો નથી. જ્યારે ઘરેલુ સિલિન્ડરના ભાવ જો વધવા લાગે તો સરકાર હસ્તક્ષેપ કરે છે. કારણ કે તેની અસર સામાન્ય જનતા પર પડે છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવની અસર ઢાબા, રેસ્ટોરા, હોટલ વગેરેના ભોજનના ભાવ પર પડે છે. પરંતુ ઘરેલુ સિલિન્ડરના ભાવની અસર ઘર અને જનતા પર પડે છે.
કેમ નથી મળી ઘરેલુ સિલિન્ડર પર રાહત
ઘરેલુ સિલિન્ડરના ભાવ પહેલેથી નિયંત્રિત છે અને તેના પર સરકારી સબસિડી મળે છે. ઘરેલુ સિલિન્ડરના ભાવને સરકાર સીધી રીતે નિયંત્રિત કરે છે. જ્યારે સબસિડીના કારણે ભાવ સ્થિર રહે છે. જ્યારે કોમર્શિયલ સિલિન્ડરની માંગણી બજારની માંગણી સાથે સીધી જોડાયેલી હોય છે. આથી તેના ભાવમાં ઉતાર ચડાવ વધુ હોય છે.
