Sushant Singh Rajput News: બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના અચાનક નિધનથી બધા ચોંકી ગયા હતા. સુશાંત 14 જૂન 2020ના પોતાના મુંબઈ સ્થિત નિવાસ્થાને મૃત મળ્યો હતો. આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. આ વર્ષે સીબીઆઈએ સુશાંતના કેસમાં રિયા ચક્રવર્તીને ક્લીન ચિપ આપી છે. રિયા પર સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવા અને પૈસા પડાવવાનો આરોપ લાગ્યો હતો. હવે સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ભાઈના મોતને લઈને ખુલાસા કર્યાં છે. શ્વેતાએ પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે સુશાંતને બે લોકોએ માર્યો છે અને કહ્યું કે મારા ભાઈએ આત્મહત્યા કરી નથી.
સુશાંત સિંહ રાજપૂતના મોતનું સત્ય શું છે?
