wanted criminal – અમદાવાદની કાગડાપીઠ પોલીસે એક મોટી સફળતા મેળવી છે. પોલીસે રાજસ્થાનના એક નાસતા-ફરતા ઇનામી આરોપીને પકડી પાડ્યો છે, જે વનરક્ષક ભરતીની પરીક્ષા-૨૦૨૦ના પેપર લીકના ગુનામાં વોન્ટેડ હતો.
દોઢ વર્ષથી ફરાર આરોપી કોણ છે?
આરોપીનું નામ જબરારામ સ/ઓ પેમારામ (ઉંમર ૩૮) છે.
તે રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાલવા ગામનો રહેવાસી છે.
તે છેલ્લા દોઢ વર્ષથી રાજસ્થાન વનરક્ષક ભરતી પેપર લીકના ગુનામાં ફરાર હતો.
રાજસ્થાન સરકારે તેના પર ઇનામી રકમ પણ જાહેર કરેલી હતી.
કાગડાપીઠ પોલીસે કેવી રીતે પકડ્યો?
પોલીસ કમિશ્નર સાહેબશ્રી તરફથી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની સૂચનાના આધારે, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એ.ગોહિલને ખાનગી બાતમી મળી હતી. આ બાતમીના આધારે કાગડાપીઠ પોલીસની ટીમે આરોપીને કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાંથી પકડી પાડ્યો હતો.
આ આરોપી વિરુદ્ધ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના રાજતલાબ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને પેપર લીક સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે.
રાજસ્થાન પોલીસને સોંપાયો.
આરોપીની ધરપકડ બાદ કાગડાપીઠ પોલીસે તેની જાણ રાજસ્થાન પોલીસને કરી. રાજસ્થાનની એ.એસ.ઓ.જી. યુનિટ, જોધપુરની ટીમ અમદાવાદ આવી હતી. જરૂરી કાગળની કાર્યવાહી પૂરી કરીને કાગડાપીઠ પોલીસે વોન્ટેડ આરોપીનો કબ્જો જોધપુરની ટીમને સોંપી દીધો છે.
પેપર લીકનો ખતરનાક ખેલાડી! દોઢ વર્ષથી ફરાર રાજસ્થાનનો ઇનામી આરોપી અમદાવાદમાંથી ઝડપાયો. – wanted criminal
